• Image-Not-Found

કોર્ટ પોલિગ્રાફ ટેસ્ટમાં મળતી માહિતીને પુરાવા તરીકે માન્ય નથી ગણતી. છતાં આરોપીનો પોલિગ્રાફ ટેસ્ટ કરવો હોય તો કોર્ટ પાસે પરવાનગી તો લેવી જ પડે.

સોમવારે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને તાજેતરમાં જ કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ તાલીમાર્થી ડૉક્ટરની ભયાનક બળાત્કાર અને હત્યાના પ્રાથમિક શંકાસ્પદ સંજય રોય (ઉં. 33) પર પોલિગ્રાફ ટેસ્ટ કરાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.‌ જોકે ટેસ્ટને મંજૂરી આપવાના કોર્ટના નિર્ણયનો હેતુ આ ગંભીર ગુનાની વધુ તપાસ કરવાનો છે. પરંતુ પોલિગ્રાફ ટેસ્ટ શું છે અને તે તપાસમાં કેવી રીતે મદદ કરે છે? આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ...



 પોલિગ્રાફ ટેસ્ટ શું છે?

પોલિગ્રાફ ટેસ્ટ, જેને 'લાઈ ડિટેક્ટર ટેસ્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વૈજ્ઞાનિક ટેકનિક છે જે શારીરિક પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન કરે છે જે જાહેર કરી શકે છે કે કોઈ વ્યક્તિ સત્ય બોલી રહી છે કે જૂઠું બોલી રહી છે!

જ્યારે કોઈ વ્યક્તિ ઑપરેટરના પ્રશ્નોના જવાબ આપે છે, ત્યારે પૉલિગ્રાફ મશીન હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ત્વચાની વાહકતા અને શ્વસન સહિત ઘણા શારીરિક સંકેતો રેકોર્ડ કરે છે.



 આ ટેસ્ટ કેવી રીતે હાથ ધરવામાં આવે છે?

ટેસ્ટ દરમિયાન, વ્યક્તિ સાથે સેન્સર જોડાયેલા હોય છે, જે વ્યક્તિના શ્વાસનો દર, વ્યક્તિના પલ્સ રેટ, વ્યક્તિનું બ્લડ પ્રેશર, વ્યક્તિનો પરસેવો વગેરે જેવી શારીરિક પ્રતિક્રિયાઓને કેપ્ચર કરે છે. વળી ક્યારેક હાથ અને પગના હલનચલનને પણ રેકોર્ડ કરે છે.

પોલિગ્રાફ ટેસ્ટ શરૂ થાય તે પહેલાં, ઇન્ટરવ્યુઅર ત્રણ અથવા ચાર સીધા પ્રશ્નો પૂછે છે. ત્યાર‌ પછી પોલિગ્રાફ પરીક્ષક દ્વારા વાસ્તવિક પ્રશ્નો પૂછવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન, વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દરેક સંકેતો એક ફરતા કાગળ પર કેપ્ચર થાય છે.



 આ ટેસ્ટ કરાવવા માટે પરવાનગી લેવી પડે?

હા, 2010ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આરોપી, શંકાસ્પદ અથવા સાક્ષી વ્યક્તિઓ પર તેમની સંમતિ વિના નાર્કો અથવા પોલિગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેસ્ટના પરિણામોનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ સ્વૈચ્છિક ટેસ્ટની મદદથી શોધાયેલી કોઈપણ માહિતીનો ઉપયોગ કરી શકાય છે.



 ટેસ્ટ શું કેપ્ચર કરે છે?

અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન અનુસાર, ટેસ્ટનો હેતુ સામાન્ય રીતે એ સાબિત કરવાનો હોય છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે કે નહીં. જો કે તે વ્યક્તિની પ્રામાણિકતાની કસોટી કરી શકતું નથી, પરંતુ પોલિગ્રાફ ઓપરેટર દ્વારા પરીક્ષણ કરાયેલ વ્યક્તિના પ્રતિભાવોના વિશ્લેષણ પર આધાર રાખે છે.

ટેસ્ટ દરમિયાન, સેન્સર વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે, જ્યાર બાદ તે વિવિધ પ્રશ્નોના જવાબ આપે છે. અહીં પોલિગ્રાફ ટેસ્ટ શરીરના વિવિધ પ્રતિભાવોને કેપ્ચર કરે છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિ સત્ય બોલે છે કે નહીં તે સાબિત કરવા માટે થઈ શકે છે.

પોલિગ્રાફ ટેસ્ટ કે નાર્કો ટેસ્ટમાં 100% સક્સેસ રેટ હોવાનું હજુ સુધી સાબિત થયું નથી, એવામાં તપાસ એજન્સીઓ શંકાસ્પદ લોકો પાસેથી સત્ય બહાર કાઢવા માટે આવા ટેસ્ટને 'સોફ્ટર ઓલ્ટરનેટિવ' તરીકે ઉપયોગ કરે છે.



શું ટેસ્ટના પરિણામો કોર્ટમાં માન્ય છે?

ના, ભારતીય પુરાવા અધિનિયમ 1871 સ્વીકાર્ય પુરાવા તરીકે ટેસ્ટના પરિણામોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે. સુપ્રીમ કોર્ટે 1997ના એક કેસમાં ઠરાવ્યું હતું કે, નાર્કોટિક્સ ટેસ્ટ અને પોલિગ્રાફનો બળજબરીપૂર્વકનો વહીવટ એ જીવન અને સ્વતંત્રતાના અધિકારની બાંયધરી આપતી બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. તેને ક્રૂર, અમાનવીય અને અપમાનજનક સારવાર પણ ગણવામાં આવે છે. જો કે, 2010 ના અન્ય એક કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલીગ્રાફ ટેસ્ટને કબૂલાત તરીકે ગણી શકાય નહીં, પરંતુ જો સ્વેચ્છાએ લેવામાં આવે તો તે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.

અહીં નોંધવું અગત્યનું છે કે જ્યારે પોલિગ્રાફ રિઝલ્ટ્સ હંમેશાં કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય નથી હોતા, ત્યારે જટિલ કેસોમાં પોલીસને કે તપાસ એજેન્સીને તેમના પ્રયત્નોમાં માર્ગદર્શન આપવા માટે મૂલ્યવાન સાધન તો બની જ રહે છે.



કોલકાતા કેસમાં પોલિગ્રાફ ટેસ્ટ કેવી રીતે મદદ કરશે?

પોલિગ્રાફ ટેસ્ટ સંજય રોયના નિવેદનો અને બહાનાઓમાં અચોક્કસતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત ચોક્કસ પ્રશ્નોના સંદર્ભમાં તેના શારીરિક વર્તનનું નિરીક્ષણ કરીને, તપાસકર્તાઓ નક્કી કરી શકે છે કે તેની વાર્તામાં વિસંગતતાઓ છે કે કેમ.